STORYMIRROR

Hetshri Keyur

Romance Tragedy

3  

Hetshri Keyur

Romance Tragedy

એક ભીખ તારી પાસે હું માંગુ?

એક ભીખ તારી પાસે હું માંગુ?

1 min
208

એક ભીખ તારી પાસે હું માંગુ ?

બોલને એક ભીખ તારી પાસે હું માંગુ ?

હું માંગુ એ ભીખમાં તું દઈશ ?


મને તું કહે ને લવ યુ જાનું

જે આટલાં વર્ષ તે ટાઈમ પાસ માટે મને કહ્યું !

બોલને મને ભીખ એ તું આજે દઈશ ?


હું નથી જમવાનો

 પણ તું જમજે તને મારા સમ છે મને કહે ને

જે આટલા વર્ષ તે ટાઈમ પાસ માટે કહ્યું,

 બોલને મને ભીખ એ તું આજે દઈશ ?


 દવા સમય સર લેજે

 દાદરા ધીરેથી ઉતરજે મને કહે ને

 જે તે આટલા વર્ષ ટાઈમ પાસ માટે કહ્યું,

 બોલને મને ભીખ એ તું આજે દઈશ ?


 હું શરમાઈ આંખો બંધ કરી દેતી હતી

 તું ત્યારે મને કહેતો મારી આખોમાં જો

 એમ મને ફરીથી કહે ને

તે આટલા વર્ષ ટાઈમ પાસ માટે જે કહ્યું,

બોલને મને એ ભીખ તું આજે દઈશ ?


મારી જોડે પ્રેમથી આખી રાત કરને વાતો 

તે એટલા વર્ષ ટાઈમ પાસ માટે જે કર્યું,

બોલને મને ભીખ માં તું આજે એ દઈશ ?


મારો ને તારો ફોન

એક મેક જોડે પ્રેમની વાતમાં ફોન રહે વ્યસ્ત

 તે આટલા વર્ષ ટાઈમ પાસ માટે જે કર્યું,

બોલને મને ભીખ માં તું આજે એ દઈશ ?

બોલને મને એ ભીખ તું આજે દઈશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance