એક બહાનું આપીશ મને
એક બહાનું આપીશ મને
એક બહાનું આપીશ મને,
ખુદને ખુદ મળવા દઈશ મને,
પ્રેમનો વરસાદ રોકીશ હવે,
ખુલ્લાંમાં શ્વાસ લેવા દે હવે,
એક બહાનું આપીશ મને.
એક બહાનું આપીશ મને,
મારો બોજ વહેંચીશ હવે,
મનમાની કરવા દઈશ હવે,
ઉડાનમાં સાથ આપીશ મને,
એક બહાનું આપીશ મને.
એક બહાનું આપીશ મને,
ગુલામીની જંજીરથી મુક્ત કર,
પગની બેડીઓ દૂર કર,
નજરોનો પીછો બંધ કર,
એક બહાનું આપીશ મને.
એક બહાનું આપીશ મને,
મારાં અસ્તિત્વને લલકાર નાં આપ,
મને નીચે પછાડવાનો પડકાર નાં આપ,
મારી સપનાં ભરી પાંખોને મરોડ નાં આપ,
એક બહાનું આપીશ મને.
