STORYMIRROR

Kalpesh Vyas

Children Drama Fantasy

4.7  

Kalpesh Vyas

Children Drama Fantasy

એ છોટા ભીમ!

એ છોટા ભીમ!

1 min
2.0K




એ છોટા ભીમ! તું મોટો ક્યારે થશે?

આટલા વર્ષોથી તને જોઉ છું

તું તો એટલો ને એટલો જ છે

મને જણાવ તો ખરી, તું મોટો ક્યારે થશે

એ છોટા ભીમ! તું મોટો ક્યારે થશે?


ક્યારેક શેરીઓમાં, તો ક્યારેક ગામના ઝાંપે

ક્યારેક જંગલોમાં, તો ક્યારેક શાઉલીનમાં

તારી ટોળકી સાથે ફરતો જ રહે છે

તું મને એટલું તો જણાવ

તું એક જગ્યાએ ટકતો ક્યારે થશે?

એ છોટા ભીમ! તું મોટો ક્યારે થશે?


ટપુ સેના ટીવી પર તારી જોડે જ આવી હતી

એ લોકો સ્કુલમાંથી હવે કોલેજ જતા થયા

હવે તું એટલું તો જણાવ

કે તું સ્કુલ જતો ક્યારે થશે?

એ છોટા ભીમ! તું મોટો ક્યારે થશે?


લાડુ ખાઈને તું પોતે તો તાકાત મેળવે છે

સાથે અન્ય પેક્ડ ફૂડ્સની જાહેરાત કરે છે

'ઘરનો પૌષ્ટીક આહાર ખાવાથી તાકાત આવે છે'

એવો સંદેશ તું બાળકોને ક્યારે આપશે ?

એ છોટા ભીમ! તું મોટો ક્યારે થશે?


ઢોલકપુરની સમસ્યાઓનો ઉકેલ

તું તરત જ લાવી આપે છે

એ માટેની તારી કામગિરી સરાહનિય છે

વિનંતીસહ તને પુછુ છુું તને હે વ્હાલા

દેશની સમસ્યાઓ ઉકેલતો ક્યારે થશે?

એ છોટા ભીમ! તું મોટો ક્યારે થશે?



(છોટા ભીમના જવાબે મને જાણે નિ:શબ્દ જ કરી નાખ્યો)


વિનંતી હું કરું છુ તમને ઓ મહોદય

તમે નાહક મારી પાછળ દોડશો નહી

હું તો એક 'કાલ્પનિક' પાત્ર છું

મને હકીકત સાથે જોડશો નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Children