STORYMIRROR

Nayana Viradiya

Abstract

3  

Nayana Viradiya

Abstract

દરિયાને પાર

દરિયાને પાર

1 min
208

દરિયાને પાર ચાલ એક નવી દુનિયા રચી લઈએ,

સ્વાર્થી આ દુનિયાના સગપણ તોડી ક્ષિતિજે ભેગા મળીએ,


એક હું ને એક તું મળી પ્રેમનો નવો સંસાર લખીએ,

સ્નેહ, પ્રેમ ને વ્હાલનો દરિયો ઠાલવી માનવ નવો ઘડીએ,


પ્રભુની આ સૃષ્ટિ ચાલને ફરી જીવંત કરીએ,

પ્રેમની હોડી હંકારી દુનિયા આખી ભમીએ,


ઈશ્વરનો સંદેશો સૌ માનવ મનમાં ભરીએ,

દુષણો સૌ ખાખ કરી સદગુણોનું વાવેતર કરીએ,


પ્રભુની આ ધરા પર સાચા સુખનું આચમન કરીએ,

દરિયાને પાર ચાલને એક નવી જ દુનિયા રચીએ.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract