ધ્વનિ
ધ્વનિ


કંપને કંપને કેટલો ફેર,
કોઈ સ્પદંન લાગે ઝેર,
વળી કોઈ કરાવે લહેર.
શોરબકોર છે નાપસંદ,
સુરીલા સંગીત પસંદ,
ગમે હોય લયબદ્ધ છંદ.
ધ્વનિ આમ છે તો કંપન,
જલ વાયુ સંગ સગપણ,
પ્રસરે વહે પ્રતિધ્વનિ પણ.
કંપન તરંગ નાદ નીપજે,
સ્પંદન થકી અવાજ ઉપજે,
ઘોંઘાટ કાન કંઈક લીંપજે.
સાદ પાડી બોલાવતા સહુ,
ગોકીરો કરી ભાગડતાં બહુ,
લય ને રવ માનવતા વહુ,
પડઘો પ્રતિઘોષ પ્રતિધ્વનિ,
ઘોંઘાટ અનિચ્છનીય ધ્વનિ,
કુંજતી કોકિલ મધુર અવનિ.
અપ્રિય કકળાટ ન
ે બુમરાણ,
ગોકીરો મચાવતો ધમસાણ,
નાપસંદ વળી શાંતિ મસાણ.
કોને ગમે મોટો શોરબકોર ?
ગમે કરે જો શિશુ નવું નકોર,
વિહંગ વદે વન ચિત્ત ચકોર.
ઘોંઘાટ અવાજ બંને સ્પંદન,
વિજ્ઞાન પારખે ન અન્તરન,
દિમાગ કરતું યોગ્ય શ્રવણ.
ઘોંઘાટથી ચીડ આક્રમકતા,
ઊંઘમાં લાવતો અરાજકતા,
બહેરાશ, ગુમાવે એકાગ્રતા.
સંગીત પીરસે શાંતિ નીરવ,
નિદ્રાધીન લયબદ્ધ જો રવ,
કોને ના ગમે પંખ કલરવ ?
કંપને કંપને હોય કેટલો ફેર,
ભૂકંપ દાવાનળ કાળો કહેર,
ગમતી શાંત સમુદ્રની લહેર.