STORYMIRROR

pritima jogariya

Children

3  

pritima jogariya

Children

ધરતીપુત્ર

ધરતીપુત્ર

1 min
115

બળતાં તાપમાં પણ તાત ઝઝૂમી રહ્યો છે

ઊગતા સૂરજની સાથે પણ લડતો રહ્યો છે,


બળબળતાં બપોરે લોકો સૂઈ રહ્યા છે

ત્યારે ધરતી પુત્ર ખેતરમાં ખેડ કરી રહ્યો છે,


માથે વિંટાળી પાઘડીને કમર કસી રહ્યો છે

શરીરે ખંતથી પરસેવાના ટીપાં પાડી રહ્યો છે,


મણ ભેગું કરવાં કણકણ માટે લડતો રહ્યો છે

મેઘરાજાની વાટ જોતાં સાંજ સાથે ઢળતો રહ્યો છે,


એક કણ વાવી હજાર કણ મેળવવા મથતો રહ્યો છે

લીલી હરિયાળી જોઈ ખેતમાં હરખથી હરખાતો રહ્યો છે,


કહેવાય જેને સોનું ખરું સોનું ખેતમાં ઉગાડી રહ્યો છે

ત્યારે જ તો જગતનો તાત પાલનહારને અન્નદાતા રહ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children