ધર્મ
ધર્મ


વિશાળ પેટ દરિયે સલીલ સંઘર્યું
ભર ચોમાસે ઉદર પટ સામે ધર્યુ,
ખારું જળ વાદળે છીણી મીઠું કર્યું
અમૃત વરસી હરખભેર બધે ફર્યું,
નાહીને ડુંગરે નીર નરવું વહાવ્યું
ભૂખી ભાગીરથી મહીં ભૂ ભગાવ્યું,
સરકતી સરિતા ઠાલવી સરોવરે
છીપાવતી તૃષા તળાવ, તરુવરે,
સંઘર્યા નીર તાજાં કૂવે ખાડે વીરડે
જાણી તરસ્યાં પશુ જન પંખી રડે,
વિના ભેદભાવ નદી સેવે તરસ્યાં
શેષ લઇ બધું દરિયે જઈ વરસ્યાં,
ભૂલ્યો ધર્મ માનવી લોભ લાલચે
વેડફતો જળ ભંડાર પ્રદૂષણે લચે,
વિશાળ પેટ દરિયે સલીલ સંઘર્યું
અજાણ્યું બેપગું પ્રાણી નથી સુધર્યું.