STORYMIRROR

Shaurya Parmar

Comedy

2  

Shaurya Parmar

Comedy

ડોસો ફાઈ ગયો

ડોસો ફાઈ ગયો

1 min
13.9K


ખંતથી મહેનત ફક્ત મહેનત કરે રાખી, છેલ્લે આબરૂ કમાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
એક પનોતી કાજે, આજીવન ભૂખ્યા પેટેય ગળા સુધી ધરાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
ત્રણ દીકરા, તૂટલાં નકામાં તંબુરા, એને પણ એ રણઝણાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
ગજબ ખુમારી ડોસામાં, મોતને પણ એંશી વર્ષ સુધી હંફાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
દવાખાના બોટલ, થોડા ઇન્જેક્શન, ઢગલો દવાઓને ખાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
ફૂલ થોડા હાર, ચાર શ્રીફળ, એક નનામીમાં દોરડે બંધાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
અંતે ઘડી આવી આવજો કહેવાની, શિવના શરણમાં સમાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 
ખંતથી મહેનત ફક્ત મહેનત કરે રાખી, છેલ્લે આબરૂ કમાઈ ગયો..
ડોસો ફાઈ ગયો
 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy