ડહાપણ
ડહાપણ
ગુલાલ ઊડતાં દરેક પ્રસંગને ફાગણ ના કહો
ફૂલ લઈને આવતી લલનાને માલણ ના કહો,
નજીકના ખોટા સંબંધોને શાણપણ ના કહો
દૂરથી સારા દેખાતા બંધનોને સગપણ ના કહો,
પાગલ થયેલા પ્રેમીના પ્રેમને ગાંડપણ ના કહો
તમે ભલે ડાહ્યા ને શાણા રહો
પણ મારા વ્હાલને વળગણ ના કહો.

