દાઝે છે
દાઝે છે
હોય ખામી તો સમજ દાઝે છે,
કો' ચડે ઘોડે, સહજ દાઝે છે,
કમાવા પૈસો નથી બળ તોયે,
સ્વપ્નમાં તેના અબજ દાઝે છે,
કાગડા જેવા અવાજે ગાતો,
તેમને જોઈ તરજ દાઝે છે,
કામ પોતાનું કરાવી લેતો,
અન્ય મારે જખ, ગરજ દાઝે છે,
હોય 'સાગર' અન્યનું લીધેલું,
યાદ રાખે તો મગજ દાઝે છે.
