દાદીમાની વાર્તા
દાદીમાની વાર્તા
દાદીમાની વાર્તામાં ટૂંકી રાતો લાગે છે,
એમની વાર્તાઓની સાચી વાતો લાગે છે.
હોય વાર્તા કાં તો રાજાની કે ઊંટની,
વાર્તામાં કાગડો પૂરી સાથે તૂરીયા ખાતો લાગે છે.
કેમ વિસરાય "નીરવ" એ બધી વાર્તાઓ,
આખી રાતનો સમય એમાં જાતો લાગે છે.
