STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Fantasy Children

3  

Vrajlal Sapovadia

Abstract Fantasy Children

ચમકતાં તારલાને

ચમકતાં તારલાને

1 min
389

તારલિયો તેજે દમદાર પણ દૂર ભટકે 

અચળ વિશાળ કદમાં ને એકાંતે લટકે,


જાગતો જોગી રહી ખુલ્લી પાંપણે ઝાંખે 

નિર્લેપ ભાવથી આકાશે ટાઢ તાપ સાંખે,


ડોલતાં દરિયા ને લીલા સૂકા ડુંગરા દેખે 

કિનારે નદીએ નહાતી મત્સ્ય રૂપને જોખે,


રૂપેરી ચાદર સમ હિમ થીજી બીડને ઢાંકે 

દિન રાત ઘૂમી ગોંદરે ગૌરી ગાયને હાંકે,


અરમાન તો છે થઈ તારલિયો આભે ચમકું 

કે સેંથો બની પ્રિયતમનાં ભાલમાં ટપકું,


આંખનું કાજલ બની સજું રૂપનો કટકો 

નાકની નથડી નવી ને કરે કેડનો લટકો,


હાથમાં લઈ હાથ કરું બ્રહ્માંડનો ચરખો 

જિંદગી કે મોતમાં સાથ આપું સરખો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract