ચી..ચી..હાઈકુ
ચી..ચી..હાઈકુ
ચકલી પણ
નાજુક સોહામણી
હાઇકુ જેવી
અરીસો પણ
ચકલી મારે ચાંચ
રાહ જુવે છે
રજવાડું છે
રમેશ પારેખનું
સહુથી રૂડું
મકાન લાગે
ચકલી માળા થકી
સરસ ઘર
ચકી બહેન
તમારા માળા થકી
ઘર હૂંફાળું
ચકી બહેન
કોંક્રીટ જંગલને
કરે મંગલ
ચકલી ઘર
લાવે કુદરત પાસે
કમાવે પુણ્ય
ચકલી હોય
હંમેશ દેવ ચકલી
આપે ખુશાલી
તરસે કાન
હવે છે મહેમાન
ચી…ચી… અવાજ.
