છોડીને આવ્યો છું
છોડીને આવ્યો છું


પ્રેમસભર એક જીવન છોડીને આવ્યો છું,
વિશાળ એવું ગગન છોડીને આવ્યો છું,
કહે છે દુનિયાં મતલબી મને, સ્વીકાર્ય છે,
મતલબથી મળતું માન છોડીને આવ્યો છું,
તમારી એ બેરુખીનો ગમ નથી રહ્યો હવે,
હું જ મારી પહેચાન છોડીને આવ્યો છું,
સંબંધ નિભાવવો અશક્ય હોય છે છતાંય,
હું પ્રયાસ એક મહાન છોડીને આવ્યો છું,
દિલથી કરેલો પ્રેમ હંમેશા તડપાવે છે અહીં,
તારાં શહેરમાં મારી જાન છોડીને આવ્યો છું.