STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Inspirational Others

4  

Vrajlal Sapovadia

Abstract Inspirational Others

છંદ (હાયકુ)

છંદ (હાયકુ)

1 min
127

લાવવા લય 

છંદ નિયમબધ્ધ 

રચું કવિતા,


માધુર્ય લાવું 

યતિ ને માત્રા ગણ 

સંગીત થકી,


આણવા ભાવ 

અક્ષર મેળ કરું 

કે માત્રા મેળ,


હરેક પંક્તિ 

ગણસુત્ર નિયમે 

મનાઉં છંદ,


યમાતારાજ

ભાનસલગા વળી 

યતિ વિરામું,


લઘુ ગુરુથી 

ગણસૂત્ર બનતું 

છંદ મધુરું,


અક્ષરમેળ 

મનહર માલિની 

મંદાક્રાંતા,


સ્ત્રગ્ધરા પૃથ્વી 

શાર્દૂલવિક્રીડિત 

છું શિખરિણી,


ને માત્રામેળ 

હરિગીત ચોપાઈ 

દોહા સવૈયા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract