Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics

4  

Gunvant Upadhyay

Classics

છાપ વિહોણો કાગળ

છાપ વિહોણો કાગળ

1 min
12.5K

ગઈ વીતી એ વાતો મૂકો;

આજ વિશેનાં ઘૂંટવાં નવતર બારાક્ષરી ને કક્કો !

શબ્દો પોતીકી મિલકત ક્યાં મારો-મારો જપતા;

પરાપૂર્વથી શબ્દો આવે ઝરણાં માફક રમતા 

સેંજળ પીવા થોડાં ઝૂકો !

ગઈ વીતી એ વાતો મૂકો !

લય લચકન્તો રમતો-ભમતો હાથ ચઢે ત્યાં ઝૂલે;

કૂંપળમાંથી પાન ખૂલતાં એમ જ એ તો ખૂલે

કોકિલ-કંઠે પ્રગટે ટહુકો !

ગઈ વીતી એ વાતો મૂકો !

ટહુકો વહેતો જાય કેડીએ; કેડી ખાલી ખાલી;

નામ-નિશાની પગલાંની ક્યાં પૂછે રોજ ટપાલી 

છાપ વિહોણો કાગળ સૂક્કો !

ગઈ વીતી એ વાતો મૂકો !

Rate this content
Log in

Similar gujarati poem from Classics