STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

ચાંદનું પિયર

ચાંદનું પિયર

1 min
25

પિયર આવવાની તમન્ના ચાંદને છૂપાઈ 

ગજવું ખાલી છલકાઈ ને હતી નહીં પાઈ,


હતી નોકરી રાતની ને કેમ કરી છોડાય ?

દીધેલું વસુંધરાને વચન શીદને તોડાય ?


સૂણી વેદના ચાંદની તૃણ રહ્યું મુરઝાય  

વિચારી કેમ કરી દિલની આગ બુઝાય,


મોકલ્યો સંદેશ પવન વેગે પધારવાં 

કર્યો નિર્ધાર પછી ઝાકળ બિંદુ ધારવાં,


શરદ પ્રભાતે ટોચે ઝળક્યું શબનમ બિંદુ 

ચળકી ચાંદની તુષાર મધ્યે રૂપ લઇ ઇંદુ,


નીરખી સૂરજ સુરખી તેજ બે ચાર ઘડી 

ઓસ વીખરાયું આસમાન સોમ લાડ લડી,


પિયર આવવાની તમન્ના ચાંદને છૂપાઈ 

તૃણ ઓથે ચાંદ મોતી નિહાર રહ્યું લપાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract