ચાલને જંગલમાં
ચાલને જંગલમાં
ચાલને જંગલમાં એક દિવસ ગાળીએ
જઈને આ પશુ પંખી ને મળીયે
ના નકશાની જરૂર ના ગાઈડની
બસ ભોમિયો બની જંગલને ખોળીએ
ના માણસોનો શોરબકોર,
ના વાહનનો શોરબકોર
અહી છે પંખીઓનો મીઠો કલશોર
ખાવું પીવું ને મોજ મસ્તી,
ના કોઈ ચિંતા, ના દરકાર
અહી તો લાગે જાણે સપનું થયું સાકાર
અહી તો ના કોઈ ટીકા ના ટકોર
અહી તો આનંદ છે ચારેકોર
અહી તો વૃક્ષો અપાર
અહી તો આનંદ અપરંપાર
