ગઝલ - શકે
ગઝલ - શકે


સમયસર સમયને બચાવી શકે,
તો સિક્કો તું તારો જમાવી શકે,
ભલે દોડતી જિંદગી આ ફટાફટ,
અલગ ભીડથી થઇ બતાવી શકે,
બધા ઢોલ તાબે જો થાયે પછી,
વગર તાલ જો તું નચાવી શકે,
રમત સૌ રમી જાણતા હોય છે,
વગર દાવ જો તું હરાવી શકે,
ગગનમાં વિહરવું છે કલ્પન બની,
વગર પાંખ જો તું ઉડાવી શકે.