Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Fantasy

4.7  

Bharat Thacker

Fantasy

રહસ્યો

રહસ્યો

1 min
158


ઘણી ચીજો છે રહસ્યોથી ભરપૂર,

આપણી સમજ બહાર છે,

આમ તો પુરો બ્રહ્માંડ પોતેજ,

રહસ્યનો કરાવે દિદાર છે.


અજાણી ઉડતી રકાબી, વસ્તુઓ –

યુએફઓ –દેખાતી હોય છે આકાશમાં,

છે આપણા સહુની તર્કની બહાર,

રહસ્યો અપરંપાર છે.


ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-તંત્ર-મંત્રનું,

રહસ્ય સમજવું છે મુશ્કેલ,

ઘણી વાર આમાં, માનસીક,

બિમારી થાય પુરવાર છે.


આમ જોવા જઇએ તો કોવીદ – ૧૯નું

વાઇરસ પણ છે એક રહસ્ય,

પુરી દુનિયાના વૈજ્ઞાનિકો માટે,

એક મોટો પડકાર છે.


નથી ઉકેલી શકાતા ઘણા,

રહસ્યો આપણી જિંદગીમાં

આમ તો જન્મ – મૃત્યુ પોતેજ,

એક રહસ્યોનું દ્વાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy