ચાલને સખી..
ચાલને સખી..


ચાલને સખી મારી સંગાથે,
ખોવાયેલા વાલમને શોધવાને.
જો ને, આ વસંત કેવી ખીલી છે,
કોણ જાણે એ ક્યાં છૂપાયો છે ?
ચાલને સખી મારી સંગાથે...
જો ને આ કેસુડો કેવો મહોર્યો છે,
તેને સંગ મારેય મ્હાલવું છે.
ચાલને સખી મારી સંગાથે...
જો ને આ ફાગણ કેવો ફોર્યો છે,
તેનાં સંગાથે મારેય ફોરમવું છે.
ચાલને સખી મારી સંગાથે...
જો ને હોળીનાં રંગો કેવાં ખીલ્યાં છે,
તેનાં રંગે મારેય રંગાવું છે.
ચાલને સખી મારી સંગાથે...
જો ને આ અબીલ-ગુલાલથી,
તેનાં શ્યામ ગાલને રંગવા છે.
ચાલને સખી મારી સંગાથે...
જો ને આ પ્રીત અણમોલ એની,
મારે એ "અમી-પ્રીત"માં ભીંજાવું છે.
ચાલને સખી મારી સંગાથે...
ચાલને સખી મારી સંગાથે
ખોવાયેલા વાલમને શોધવાને.