જીવનસાથી
જીવનસાથી


એક ઢળતી સાંજમાં એ ભળતો'તો ,
મુજમાં ઓળઘોળ મારો જીવનસાથી.
આછા પ્રકાશ અને ગુલાબી ગગનમાં,
પંખી સમ વિહરતો મુજને ચીડવવા.
મેઘધનુષના રંગોમાં રેલાઈ રેલાઈને,
મળતો આભમાં એ મારો જીવનસાથી.
વાટ જોઈ જોઈ આંખમાં રાત ભળતી,
કલ્પનોમાં જીવતો મારો જીવનસાથી.
ફૂલહાર ચઢેલી છબીને સાફ કરતાજ,
ભીની આંખો લૂછતો મારો જીવનસાથી.
નથી સદેહે ભલે પણ મારા એક એક,
શ્વાસોમાં વસતો મારો જીવનસાથી.
પ્રેરક, માર્ગદર્શક ને આરાધક બનતો,
પ્રાણપ્રિય છે એ મારો જીવનસાથી.