વાંસળી
વાંસળી

1 min

23.1K
કંચન વરણી તારી કાયા કાના
તારે હોઠે શોભે છે વાંસળીની માયા કાના
તારા મધુર હોઠે તારી વાંસળી કાના
સાંભળવા ઘેલી બની રાધા રુપાળી કાના
તારી વાંસળીના સૂર મારા દલડાંમા કાના
અડે ના અડે મારા મન ને અડે કાના
તારી મીઠી વાંસળીના બાણ મારા કાના
નજરે અડે અને મારા હૈયે વાગે કાના
તારી મીઠી મધુરી વાંસળીના સૂર કાના
હૈયે ગાજે, સાથે વૃંદાવન ગાજે કાના
તારી મીઠી મોરલી મારા મનને વરી કાના
તારી વાંસળીના સૂર હું રેલાવું રે કાના.