STORYMIRROR

Devam Sanghavi "તત્ત્વમ્"

Fantasy

4  

Devam Sanghavi "તત્ત્વમ્"

Fantasy

હળવાશ ૯

હળવાશ ૯

1 min
24.2K

ચડાવી જો પુષ્પો તને હાશ થૈ ગૈ

દશા છોડની જો અદલ લાશ થૈ ગૈ


લગાવી મેં થોડી શરત જો પરસ્પર

બની ગઈ છે લત, જિંદગી તાશ થૈ ગૈ


સમય ચક્ર ફરતું ના અવળું કદીએ

નથી દૂધ કે દહીં હવે છાશ થૈ ગૈ


થયો જ્ઞાનનો જો અહંકાર મુનિને

ને પળમાં તો લબ્ધી બધી નાશ થૈ ગૈ


તવંગર ને નિર્ધન બધે તું પહોંચે

સમય એ કલેજાને હળવાશ થૈ ગૈ.


Rate this content
Log in

More gujarati poem from Devam Sanghavi "તત્ત્વમ્"

Similar gujarati poem from Fantasy