માંની આરાધના
માંની આરાધના

1 min

441
આજ માં તારા નૈવેદ્ય ધર્યા, હૈયે હેલી ઉભરાય રે
કરજો માં બેડો પાર, કોરોનાથી ન સૌ ગભરાય રે,
હુંવારીઓ ધરી પાળે તારા, મનડા સૌ હરખાય રે
દિવાળીઓ દૈશ ઝાઝી, આશ સૌની સંભળાય રે,
આઠમ તારી ઉજવી માં, હૈયે ઉમંગ ના સમાય રે
કોરોનાને ઝટ નાથજે, અરજ તુજને માં કરાય રે,
ફૂલ નહીં તો ફૂલની પાંખડી, માડી તુજને ધરાય રે
ચપટી પ્રસાદમાં હે માડી, બાલુડાના પેટ ભરાય રે,
હસતો સંસાર રાખજે માં, ચરણે મસ્તક નમાય રે
'આશુ'ની ધારેય પણ માં, મુખડા સૌના મલકાય રે.