ખાળી નહીં શકું
ખાળી નહીં શકું


આવશે મને જો તારી યાદ, તો હું ખાળી નહી શકું,
હૃદયમાં ઉઠશે એક સાદ, તો હું ખાળી નહી શકું,
તમને તો કિંમત ન હતી મારી લાગણીની જરા,
રહેશે હવે જો એ ફરિયાદ, તો હું ખાળી નહી શકું,
વિચારું છું કેમ આવી ગઈ છે ઓટ પ્રેમમાં,
જીવન મારુ થશે બરબાદ, તો હું ખાળી નહી શકું,
હજુ છે ભીની લાગણી પરોવાયેલી આંખોમાં,
વરસશે અશ્રુનો વરસાદ, તો હું ખાળી નહી શકું,
સૂકા ભઠ્ઠ આ રણમાં શોધું છું મૃગજળને,
થશે તારો બાગ આબાદ, તો હું ખાળી નહી શકું.