મન થયું છે
મન થયું છે


ફરી પાછું પાછા ફરવાનું મન થયું છે,
એ ક્ષણો ને વાગોળવાનું મન થયું છે,
હૃદયમાં સમાવી ને બેઠો છું જે વ્યથા,
તને મળીને ફરી ઠાલવવાનું મન થયું છે,
અશ્રુ મારાં વારંવાર ચોમાસું લાવે છે,
હવે મન ભરીને વરસવાનું મન થયું છે,
લાગણીને મારી કોઈ રમત ના સમજશો,
આજીવન અણનમ રહેવાનું મન થયું છે,
એ દુનિયા ફરી મળશે? ખુદાને પૂછું છું,
હવે તારી જ દુનિયા બનવાનું મન થયું છે.