ચાહતનો કરજદાર
ચાહતનો કરજદાર


તમારી ચાહતનો કરજદાર બની ગયો,
લૂંટાયું સઘળું મારું, નાદાર બની ગયો!
એ તરફ હજુ પણ ચાલી રહ્યાં છે કદમ,
મંઝિલ રિસાઈ છે, મુસાફર બની ગયો!
મળો તમે કે ના મળો એ ઈચ્છાની વાત,
અપેક્ષા કેમ પૂર્ણ કરું, લાચાર બની ગયો!
દુનિયા આખી ને ભૂલાવી શકું, પ્રણ હતું,
તમે ભૂલ્યા છો મને, વિચાર બની ગયો!
લાખ દુઃખોની વચ્ચે એટલું સુખ છે રહ્યું,
છોડ્યો નહીં મેં સાથ, અમર બની ગયો!