હરિ રૂપ તારું..!
હરિ રૂપ તારું..!


વીજળીના ચમકારે હરિ દીઠું મેં રૂપ તારું.
ગાજવીજ પડકારે હરિ દીઠું મેં રૂપ તારું.
આભે ઘટાટોપ ઘન બિરાજે રવિને ઢાંકી,
રીમઝીમ વર્ષાની ધારે હરિ દીઠું મેં રૂપ તારું.
કૃપા તારી પરમેશ વારિ બનીને વરસનારી,
મયૂર તણા એ પોકારે હરિ દીઠું મેં રૂપ તારું.
ભીંજવી જેણે ધરાને હતી તપ્ત ગ્રીષ્મથી,
આભેથી અનરાધારે હરિ દીઠું મેં રૂપ તારું.
નદીનાળાં કે સરોવર હર્ષ થકી છલકાઈને,
વ્યોમના પ્રેમ ઊભારે હરિ દીઠું મેં રૂપ તારું.