ચાલને ભેરુ
ચાલને ભેરુ
ચાલને ભેરુ રમી લઈએ.
એકબીજાને ગમી જઇયે.
ફૂલ જેવા જીવન માટે,
કંટકની ચુભન સહીં લઈએ.
એકબીજાના દોષો ભૂલી,
સંબંધો માટે થોડું નમી જઇયે.
તારું મારું ભૂલીને આપણે,
એકબીજાના ભારને ખમી લઈએ.
બધા દુઃખોને મૂકી કોરાણે,
ચાલ કંસાર જમી લઈએ.
