STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance Tragedy

3  

Deep Shukla (સેહદેવ)

Romance Tragedy

બસ ખાલી એમજ

બસ ખાલી એમજ

1 min
289

આ લાગણીઓને ક્યાં સુધી જીવંત રખાય છે,

પાનખરને થોડીને વસંત લખાય છે,

બળવા માટે કાઈ આગની જરૂર નથી,

કોઈ જૂની યાદને છંછેડો તો પણ દઝાય છે,


અંતિમ પત્ર પર લખો, જોઉં અંત કેમ લખાય છે,

એક જ પાનામાં અનંત કેમ લખાય છે,

ઢળી ગયો આંસુઓનો ખડીયો એ કોરા કાગળ પર,

બાકી તે કયો કાગળ કોરો પણ વંચાય છે,


ખબર નહીં કેમ તે હળવેથી આ રાત જાય છે,

સ્વરથી નહીં પણ મૌનમાં વાત થાય છે,

એકબીજાના વાંકનો હિસાબ કરી શું કરશું,

આખરે તો પ્રેમની જ માત થાય છે,


દરેક વાર્તાનો સાર હોવો ક્યાં જરૂરી થાય છે,

રણમાં તે મૃગજળથી આસ ક્યાં પૂરી થાય છે,

અગર કોઈ પૂછે જો કારણ વિખૂટાઈનું તો,

"બસ ખાલી એમજ" કહી વાત પૂરી થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance