STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children Others

3  

Dharmik Parmar 'Dharmad'

Children Others

બોલ મમ્મી બોલ !

બોલ મમ્મી બોલ !

1 min
924


બોલ મમ્મી બોલ !

ઢિંગલી, લાડી નહીં કે'વાનું ,

કહેવું મુજને 'ડૉલ' !

બોલ મમ્મી બોલ !


મુજને કે'તી બાંધ ચોટલા

ને પોતે ખુલ્લા વાળમાં ફરતી !

''ડરવાનું નહીં'' મુજને કે'તી

ને પોતે ગરોળીઓથી ડરતી !

સંડે, મંડે રોજે તારે ઍફિસના બહું કામ !

ક્યારેક તો બતાડ મૉલ !


''જલ્દી ઘરે ફરવાનું મારે'' ને તારે સવા-બારે આવવાનું ?

ગરમ રોટલી છોડી મારે ઑવનમાં સેકીને જમવાનું !

આખ્ખો દિવસ ઓફિસ ઓફિસ !

ક્યારેક તો પાસે બેસી બોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Children