Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

બખડજંતર કર મા

બખડજંતર કર મા

1 min
404


હવે તો આડો આંક વળ્યો, બખડજંતર કર મા,

સાધુ થૈ શેતાન નીકળ્યો, બખડજંતર કર મા,


સારી રીતે રહેતા તને આવડ્યું ન જરાયે,

ગંધાતી ગટરમાં ઢળ્યો, બખડજંતર કર મા,


સામે ચાલીને ‘ભાઈ’ઓના પગ ચાટવા ગયો હતો,

ચીગમ જેવો તને ચગળ્યો, બખડજંતર કર મા,


ગયો હતો અંધારી ખાડમાં પ્રકાશિત થવા,

ઉજાશમાંયે ન ઝળહળ્યો, બખડજંતર કર મા,


‘સાગર’ તારાં કામોનો હિસાબ હવે થઈ ગયો,

પળે પળે તું ખૂબ બળ્યો, બખડજંતર કર મા.


Rate this content
Log in