STORYMIRROR

Kalpesh Vyas

Drama Inspirational

3  

Kalpesh Vyas

Drama Inspirational

ભવિષ્ય બદલીએ

ભવિષ્ય બદલીએ

1 min
465

વર્ષ ૨૦૭૫નુ, દૃષ્ય કેવું વિચિત્ર હશે !

માણસ આધુનિક યંત્રોથી ઘેરાયેલો હશે,

કેટલાક નવનવા તંત્રોથી ઘેરાયેલો હશે,

પણ ઑક્સિજનનો માસ્ક પહેરેલો હશે,

સ્ક્રિન પર પર્યાવરણનો ઈતિહાસ ભણતો હશે !  


પ્રદૂષણના ઐતિહાસિક કારણો કરતા,

વૈજ્ઞાનિક કારણો વધુ શોધતો હશે,

ભૌગોલિક કારણો પણ ગોતતો હશે,

પણ શું સામજિક કારણો ગોતતો હશે ?


જ્યારે વૃક્ષોનું અધ્યયન કરતો હશે,

ત્યારે ફક્ત સ્લાઈડ શો જોતો હશે,

અથવા નમુના બરણીમાં જોતો હશે,

પણ શું પ્રત્યક્ષ વૃક્ષ માંડ જોતો હશે? 


વાયુપ્રદૂષણ માટે ઝેરીલા ધુમાડાને,

મૃદાપ્રદૂષણ માટે પ્લાસ્ટિક જેવા તત્ત્વોને,

જલપ્રદૂષણ માટે દુષિત થયેલા પાણીને,

જવાબદાર નક્કી ગણતો હશે પણ,

પણ શું પુર્વજોને જવાબદાર ગણતો હશે ? 


આવુ કલ્પિત ભવિષ્ય સાચું ન થાય,

એ માટે આપણે સહું પ્રયત્ન કરીએ,

આ પર્યાવરણ આપણા સહુંનું છે,

ચાલો આપણા હાથે એનું રક્ષણ કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama