ભટકતી આત્મા
ભટકતી આત્મા
મૃત્યુ પછી પણ મોક્ષ ક્યાં મળે છે ?
જ્યારે આત્મા કોઈના મિલન માટે તરસતી હોય,
અધૂરા સપનાં આંખોમાં લઈને હાલ્યા ગયા હોય
ત્યારે આત્માને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય ?
જ્યારે સ્નેહીજનોને રોતા મૂક્યાં હોય,
ત્યાંથી આત્મા પસાન કેવી રીતે કરે...?
દિલથી લાગણીના સંબંધો જોડ્યા હોય
ત્યાં અચાનક નાતો કેવી રીતે તૂટે....?
ભટકે છે આત્મા, કડકે છે જીવ
પોતાના પરિવારની આંખોમાં આંસુનો દરિયો છલકાતો જોઈ,
કરુણ અવાજે પોકારી ઊઠે છે આત્મા....
ભટકતી રહે છે આત્મા જ્યાં સુધી મોક્ષ ના મળે.

