ભક્તિરસ
ભક્તિરસ
તને દેવકીનો દુલારો કહું કે, માં જશોદાજીનો જાયો;
નટખટ નંદકિશોર તું જ છે, મારા મનમંદિરનો પાયો,
કહું તને હું રણછોડ કે પછી, કહું તને હું માખણચોર;
શ્યામવર્ણી તું છેલ છબીલો, તું મારાં ચિત્તડાનો ચોર,
બાળગોપાલ કહું તને કે હવે, કહું તને હું મુરલીધર;
મનને લોભાવે લીલા તારી, જાણે તું મનનો માણીગર,
નરસૈંયાનો સ્વામી તું શામળો, મીરાંનો છે તું ગિરધર;
ભક્તોની શ્રદ્ધા એ રિઝતો,એવો તું મારો બંસીધર,
કામણગારા કા'ન તને, નતમસ્તક થઈ હું કરું પ્રણામ;
શરણે રાખો અમ સહુને, કરો અમારું તમે કલ્યાણ.
