ભીતર
ભીતર
વ્હાલભર્યા વેણલાં બે વેરુ મોરી સહિયર,
ભીતરમાં ઉંમગ ભરી ઝીલજો રે લોલ.
નવરંગ લહેરિયાની લહેર્યુ મોરી સહિયર,
કિનખાબી કંચવો પહેર્યો રે લોલ.
સાત સાત સમંદર હેલે ચઢ્યા મોરી સહિયર,
એવા ભીતરમાં હેતના હિલોળા રે લોલ.
મનનો મયુર મીઠું ટહુકે મોરી સહિયર,
કાળજાની કોરે કોયલડી કૂંજે રે લોલ.
ફેર ફેર ફૂદડીના ફેર મોરી સહિયર,
ભીતરથી આભ મારે આંબવા રે લોલ.
ભાવના ભર્યા ફૂલડાં ને મહોરી મંજરીયો રે,
ઝીણું ઝીણું ભમરો ગુંજે રે લોલ..
