ભીંત
ભીંત




સૈકા ભાર ઉપાડી છતનો અથાગ,
ધરતી ગોદ પર દીવાલ મુસ્તાક,
હવા ઉજાસ વિનાનું અંધ મકાન,
દિસતી બિન શેઠ કે માલ દુકાન,
ભીંતને ટેકે ઊભાં બારી બારણાં,
ઝીલવા હવા અતિથિ ઓવારણાં,
નિશ્ચિંત રહો ભલે દીવાલને કાન,
જીભ નથી ચાડી ચુગલી મુસ્કાન,
ચણવા ઇંટ પથ્થર ઘેરતી જમીન,
ઘરને કરે વિભાજિત રહે ગમગીન
પછીત હદ પ્રતિક રોકે વાદવિવાદ,
રક્ષા કરે વંડી જાનમાલ નિર્વિવાદ,
વાંચી લેજો લખ્યું છે દીવાલ ઉપર
સૈકા પછી પણ છત હશે ભીંત પર.