ભગવાન કૃષ્ણલીલા
ભગવાન કૃષ્ણલીલા
એ મોડી રાત કાળજાળ હતી,
સાથે મારાં કાનાહ જન્મ થવાની એ રાત હતી,
જન્મ થયો કાનાહનો એમાં પણ કઈ વાત હતી,
કર્યા નાશ દાનવોનાં બાળરૂપ ધરી,
ભાવે માખણ ને ફોડે મટુકી જઈ ઘેર ઘેર,
ઉચક્યો ગોવર્ધન પર્વત એક આંગળીએ,
તોડ્યું અભિમાન દેવ ઇન્દ્રનું,
જન્મ આપ્યો દેવકીએ કાળી રાત ને કાળ કોટડી,
કર્યો નાશ મામાં કંસનો
ચતુર કાનાહ વાંસળી વગાડી કરે મોહિત,
ગોપીઓ ને ગાયો રાધા સખીઓ ને સખાઓને
ગોપીઓ સંગ રાસ રચાવે ઉપવન
ધર્મ યુદ્ધ ખેલાયુ ને ચતુર ક્રિષ્ના,
કરાયો નાશ અધર્મનો
અનેક નામ તારા કાનાહ,
છે તું કામણગારો પ્રીત થઇ રાધા સંગ,
મીરાં પ્રેમ બાવરી ભક્તિ,
મિત્ર સુદામા કાનાહ બાળસખા જોડી નિરાલી,
ભીમ થકી ઉક્તિ માર્યા જરાંસંઘ નાના ને,
આપ્યો જીવનો સાર રણભૂમિમાં અર્જુન ને,
રાજ પાઠ આપાવ્યું મહારાજ યુધિષ્ઠિરને,
લીલા તમારી જગ જગ જાણી,
રામ બની કર્યો બાલીનો વધ,
આપ્યો કોળ મહારાજ બાલીને,
હણાયા કૃષ્ણ, પારધીનાં તીરથી,
હતા બેવ બાલી પારધી ને રામ એ કૃષ્ણ,
ગીતા બની તમારી કહાની.
