ભાદરવો
ભાદરવો
1 min
69
ને જોત જોતામાં હવે ચોમાસુ પૂરું થશે
ભાદરવે આછી વર્ષા ઝાઝી ગરમી હશે,
પાણી ઊતાર્યું ભીંડાનું વડલાએ સૂકવી
તાપ ને બીમારીએ નાખ્યા જન થકવી,
ખેડૂનું સામાપાંચમેં વ્રત બળદ રીઝવી
ભાલ ને ઘેડ પકવે ઘઉં ચણા જલ ઝવી,
સૂર્ય કન્યા રાશિમાં ભાદ્રપદ નક્ષત્ર ચંદ્ર
આરંભી અષાઢે ભાદરવે વિરામશે ઇન્દ્ર,
તપ તાપ શ્રાદ્ધ ગણેશચોથ ભાદ્ર માસે
ઋષિપંચમી રાધાષ્ટમી પિતૃ કાગવાસે,
ને જોત જોતામાં હવે ચોમાસુ પૂરું થશે
ભાદ્ર પૂરો થઈ નવરાત્રી આગમને હશે.