બધા નડે
બધા નડે
રાહુ નડે ને પાછો મંગળ પણ નડે
ઓછું હોય તેમ ઘેર બૈરી ય લડે
ચાલે પાછી મારી શનિની સાડે સાતી
વેલણ પણ અડે કદી વાસણ પણ અડે
હવે રહ્યો શુક્કર અને રહ્યો સૂરજ
સવારેય નડે ને રાતેય નડે
કુંડળી પણ બતાવી પૂજા પણ કરાવી
જીવતા પણ નડે ને મરેલા પણ નડે
વિટિયો બધીય પહેરી નજરોય ઉતારી
નંગ પણ નડે બીજા નંગેનંગ પણ નડે
ગુરુ પણ નડે ગુરુ ઘંટાલ પણ નડે
છે કોઈ ઉપાય ? ચાલુ છે લડત
ભાલો પણ નડે ને ઢાલ પણ નડે
ઓછું હોય તેમ મારી ખાલ પણ નડે
રાહુ નડે ને પાછો મંગળ પણ નડે
ઓછું હોય તેમ ઘેર બૈરી ય લડે
