બાળપણની કડી
બાળપણની કડી
અમસ્તા કો’કે જયારે વાત મેદાનની કાઢી,
છબી દોસ્તોની ત્યારે મસ્તિષ્કમાં થઈ ખડી,
વિખરાયા છીએ સહુને, સર્વની વ્યસ્ત ઘડી.
છતાંયે! મળી મને મારા બાળપણની કડી !
રમત હતી જ્યાં અરધી છોડી,
પાણીમાં હતી જ્યાં તરાવી હોડી,
સાથે મળી હતી જ્યાં પતંગ ઊડાવી,
ત્રણ લાકડાના ઉત્સાહથી સ્ટમ્પ જડી
રમ્યા હતાં જ્યાં આનંદથી બેટ-દડી
મળી મને મારા બાળપણની કડી !
આંબો જે પરથી હતી કેરી તોડી
ટીંગવા જતાં હતી ડાળી તોડી,
આંબાધણી ત્યારે હતી પાછળ દોડી,
માંગી માફી હતી બે હાથ જોડી,
“મા” પણ ત્યારે હતી ઘણી લડી.
મળી મને મારા બાળપણની કડી !
એ યાદો મને મેદાનમાં ગઈ તેડી,
પણ ત્યાં પહોચી આંખો રોઈ ઘણી,
ઈમારત એ મેદાને હતી ખડી!
થયું આશ્ચર્ય !“પ્રશાંત”
બાળપણની ક્યાં ખોવાઈ કડી ?
