બાગમાં
બાગમાં
બાગમાં ઘર મેં બનાવ્યું છે મા
તું આવજે કદિક એ નિહાળવા જી’રે,
શાખની દીવાલ છે’ને ઘાસનું છાપરું
મેં પાંદડાના બારણા બનાવ્યાં જી’રે,
કીડી- ભૈ આવે નહીં ઘરમાં
મેં પથ્થરના વાડ પણ સજાવ્યાં જી’રે,
એ વાડ માંહે રોપ્યા છે ફૂલ-છોડ
ત્યાં ભમરાં-પતંગિયાં મહાલતાં જી’રે,
મોર-પોપટના સંભળાતાં ટહુકા
તેને દાણાને પાણી પણ આલ્યાં જી’રે,
કાબરને ચકલીને મોજ કરાવવા
ડાળે હિંડોળા મેં બાંધ્યાં જી’રે,
નાનેરું ઘર મારું નાનેરું વન
જેણે મહેલોના મોભા છોડાવ્યાં જી’રે,
બાગમાં ઘર મેં બનાવ્યું છે મા
તું આવજે કદિક તો નિહાળવા જી’રે,.
