અવહેલના
અવહેલના


આજકાલ લાગણીઓનાં સંબંધો માં પણ ઘસારો પડ્યો હોય એમ લાગે છે..
ભાવનાઓ સભર હોકરા નું તેલ પૂરતાં રહેવું પડે છે...
અવહેલના કરીને સોશ્યલ મિડિયા માં દેખાડો કરે છે,
સંબંધોમાં સચ્ચાઈ એ વ્યક્તિ જ જાણતું હોય જે ચૂપ રહે છે...
આમ લાગણીઓની અવહેલના કરીને સંબંધોને અવગણે છે,
છતાંય દંભના આંચળો ઓઢી ને સંબંધોનો ઉપયોગ કરે છે.