અર્ધાંગિની
અર્ધાંગિની
ભલે તું લઢતી ને ઝગડતી,
ભલે તું ગુસ્સો પણ કરતી,
મારી ચિંતા પણ તું કરતી,
કેમકે મારી અર્ધાંગિની છે તું,
ઘણીવાર મીઠી ટકોર તું કરતી,
રિસાઈને તું તરત માની પણ જતી,
દરેક જરૂરિયાતોનું તું ધ્યાન રાખતી,
મારા શરીરનું જાણે એક અંગ છે તું,
તે આવીને કર્યું છે ઘરને હર્યું ભર્યું,
ઘરરૂપી મારા બાગને તે છે મ્હેકાવ્યો.
