STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

અપવાદ

અપવાદ

1 min
185

હોય ઝરણાં મીઠાં, હું અલગ રહી ગયું,

ખારું ઝરણું બનીને અપવાદ બની ગયું,


હતું હું નાનું ઝરણું તોય કહેવાયું ખારું,

"દરિયા જેવું ખારું પાણી જોયું નવું નઝરાણું",


અપવાદ બનીને પણ હું બન્યું કામણગારું,

બોલાવવા લાગ્યાં સૌ મને "આ ઝરણું ખારું",


આવતાં સૌ કોઈ મને નિહાળવા માટે,

મેં રસ્તો પકડયો સમુદ્ર કિનારા વાટે,


પસાર થયું હું તો જ્યાંથી સૌ કોઈ મને જોતાં,

ખારા પાણીમાંથી તે લોકો મીઠું અલગ કરતાં,


તળાવ ને નદીમાં રહી હું સાગર તરફ વળ્યું,

સાગર તરફ પહોંચતા પહેલાં મીઠું ઝરણું બન્યું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract