અંતરનો ઉજાસ
અંતરનો ઉજાસ
ઈશ્વરે તો આપ્યો છે ચારેકોર મજાનો પ્રકાશ,
રાત્રિના અંધકાર દૂર કરવા આપ્યો ચંદ્રનો ઉજાસ,
અજ્ઞાનતાનાં અંધકારને હંમેશા દૂર કરવા,
આપ્યો છે મજાનો વેદ પુરાણનો પ્રકાશ,
દિવસને સતત રોશની આપવા માટે,
આપ્યો છે ચળકતા સૂરજનો ઉજાસ,
નિરાશા, હતાશાનાં અંધકારને દૂર કરવા,
આપ્યો છે મજાનો ઉરે આશાનો ઉજાસ,
મારી બારી બંધ રાખી કરું અંધકારની ફરિયાદ,
ઈશ્વરે તો આપ્યો છે ધરતી પર ચારેકોર પ્રકાશ,
અંતરની બારી શાને તમે બંધ રાખો છો ?
જો ખોલો તો મળશે તમને દિવ્ય પ્રકાશ.
