અંતર મંતર જાદુ તંતર
અંતર મંતર જાદુ તંતર
અંતર મંતર જાદુ તંતર
ખુલ્લું આજ બધું સદંતર,
હું ને તું નીકળી પડ્યા છે
ફાડવા ને બીજાની પત્તર,
ધંધો વધારવા પાડ્યો છે
મે કાગળ પર મોટો યંતર,
માસ્ક વગરનો ભટકે પાછો
મેમો આયો હવે સરભર,
કાગળ પેન લઈને મારો
એની પર મોટો મંતર,
નીકળી ગયો એ હાથમાંથી
બાકી હતું છ ફૂટનું અંતર.
