STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Romance Others

3  

Vrajlal Sapovadia

Abstract Romance Others

અંજની કાવ્ય

અંજની કાવ્ય

1 min
1.2K

વાત તો લાગે છે સંગીન 

ઘૂંટી ઘૂંટી કરી રંગીન 

તો ય એ કેમ થયા ગમગીન ? 

ઉલટી પડી વાત !


રોજ રોજ જોતી'તી શમણાં 

રૂડા રૂપાળાં નાકે નમણાં 

લોચન લાલ ગુલાબી લમણાં 

કંથ ના કહ્યામાં ! 


ઊઠી સવારે જવું કચેરી 

હું વાળું ફળિયા ને શેરી 

ભૂંડી એમની પાંચશેરી 

હરવા ફરવાનું ?


પાડોશણ તો હરરોજ ફરે

ઘરવાળો ઘરનું કામ કરે 

ભલે ને વ્યાજનું વ્યાજ ભરે ?

ફરવાનું તો મળે ! 


વાત તો લાગે છે રંગીન

ઘૂંટી ઘૂંટી કરી સંગીન 

તો ય એ કેમ થયા ગમગીન ? 

કરે છે ને રમત ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract