અંગત
અંગત
રહે જે સાથે
સુખ - દુઃખ બંનેમાં
એ જ અંગત
લોહીથી ઘેરો
સંબંધ છે મિત્રતા
બને અંગત
સંગત જેની
છે જીવાદોરી સમી
ખરા અંગત
હું
એને
અંગત
ગણી શકું,
જે મુશ્કેલીમાં
સાથે ઊભા હોય,
લોહીના સંબંધથી
કોઈ અંગત ના બને,
કોઈના પ્રત્યે સ્નેહ, પ્રેમ,
કાળજી બનાવશે અંગત.
